From A Life to The Life
વર્તમાન ક્ષણ

વર્તમાન ક્ષણ

વળગી રહે ભૂતકાળને, યા ભવિષ્યની વાતમાં રહે,
ઘડતો યોજના સુખની યા તો દુઃખની યાદમાં રહે,
જેણે ઘડ્યો ભૂતને, ભવિષ્ય પણ જે બનાવતો,
અવગણી વર્તમાનને ‘માનવ’, ખોટા ખ્યાલમાં રહે.
  – –   બૈજુ જાની “માનવ”
ઓશો એક મહેમાનને શહેરના સરોવરમાં ફરવા લઇ ગયા. સરોવરમાં બોટિંગ દરમ્યાન સજ્જને કાશ્મીરની વાત માંડી અને ત્યાંના સરોવરોની સુંદરતાની વાતો કરતા રહ્યા. બોટિંગ પૂરું થયા પછી ઓશોએ સજ્જનને કહ્યું કે માફ કરશો પણ મને નથી લાગતું કે તમે ક્યારેય કાશ્મીર ગયા હોવ. સજ્જન મૂંઝવણમાં આવી ગયા. “આમ કેમ કહો છો? હું જાતે પોતે જઈને આવ્યો છું.” તેમણે ઓશો સામે અણગમો વ્યક્ત કરતા કહ્યું. ઓશોએ કહ્યું કે આજે અહી આ સરોવરમાં ફરતાં તમે કાશ્મીરની વાતો કરી. તમે આ સરોવરની સુંદરતા માણવાનું ચુકી ગયા. બની શકે કે જયારે તમે કાશ્મીર હોવ ત્યારે કોઈ બીજા સુંદર સરોવરના વિચારમાં હોવ. તમે કાશ્મીરના સરોવરની સાચી સુંદરતા માણી શક્યા હો એ વિશે મને શંકા છે.
આપણે વર્તમાનમાં કેમ નથી રહી શકતા? કારણ છે. વર્તમાન આપણને પહેલા મૌન થતાં શીખવે છે અને બહુ વધુ સમય માટે મૌન રહેવાની આપણી આદત નથી. આ થોડું અટપટું લાગશે। વર્તમાન કઈ રીતે મૌન બનાવે? શાંતિથી વિચારો તો, વર્તમાનમાં તમને કોઈ દુઃખ કે ફરિયાદ ન હોઈ શકે. તમે વર્તમાનમાં કોઈને નફરત ન કરી શકો. જે કારણ આપણને દુઃખી કરે છે એ ભૂતકાળ છે. જેમકે કોઈએ તમને કશું કહ્યું અને તમે દુઃખી થયા. જે ક્ષણે એ શબ્દો બોલવામાં આવ્યા એ ક્ષણ વીતી ગઈ. જે ક્ષણમાં તમે છો એ ક્ષણમાં કંઈ નથી. આ ક્ષણ, જે અત્યારે છે, બિલકુલ વર્તમાનમાં, એ ક્ષણે તમે કોઇથી દુઃખી ના થઈ શકો. વર્તમાનમાં જો કોઈ વસ્તુ સંભવ છે તે એ છે પ્રેમ અને આનંદ। જયારે આપણે ક્ષણે ક્ષણે જીવતાં શીખીએ છીએ ત્યારે એક જ વાત સમજાય છે કે આનંદનો મૂળ સ્ત્રોત વર્તમાન છે. 
 
જો વર્તમાન આનંદમય હોય તો ભૂતકાળની દુઃખી વાતો આપણને યાદ પણ નથી આવતી। જયારે આપણે સંપૂર્ણ વર્તમાનમાં જ રહીએ છીએ ત્યારે આપણે ભૂતકાળથી મુક્ત થઈએ છીએ. જે હંમેશા વર્તમાનમાં જીવે છે એના દરેક કામ સભાનપણે થાય છે જે ઉત્તમ ફળ આપનાર હોય છે. વર્તમાનમાં રહેવાથી ભવિષ્ય આપોઆપ જ સુંદર બને છે.

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Habit of Happiness


Look Before You Leave



Categories