Recent Posts

Habit of Happiness


Look Before You Leave



Follow Us

From A Life to The Life

અણધાર્યું

અણધાર્યું

જો ધાર્યું ન થાય, તો ઉત્પાત ન કરવો,
અણધાર્યું થાય, તો વલોપાત ન કરવો,
થાય છે બધું જ કંઈ ને કંઈ શીખવવા,
રાખવું મન શાંત, કકળાટ ન કરવો.
            – બૈજુ જાની.
    
ધાર્યું ન થવું અને અણધાર્યું થવું, આ બંને બાબતો આપણને હલાવી મુકે છે. ખૂબ મહેનત કરી હોય અને ધાર્યું પરિણામ ન મળે એવું પણ બને અને ક્યારેક સપનામાં પણ ન વિચારી હોય એવી મુસીબતો કે કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે. આવા સમયે આપણા મનની સ્થિતિ અને આપણા વર્તનથી, આપણી પરિપક્વતાનું માપ નીકળે છે. આપણું ધાર્યું ન થાય કે તરત આપણે અકળાઈ જઈએ છીએ. કેમ આવું થયું, આવું ન જ થવું જોઈએ, મારી જોડે જ આવું કેમ થાય, મારું તો નસીબ જ ખરાબ છે, આવા વિચારો આપણને ભરડો લઇ લે છે. બિલકુલ આવી જ રીતે ક્યારેક અણધારી મુસીબતોનો સામનો કરવો પડે છે. આવા સમયે ભૂતકાળમાં ડોકિયું કરવું જોઈએ. જીવનમાં આપણે જે જે પાઠ શીખ્યા હોઈએ તે કેવી રીતે શીખ્યા તે યાદ કરવું જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે જીવનનાં મોટાભાગના બધા જ પાઠ આપણને કોઈને કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી જ શીખવા મળ્યા હોય છે.  
આ વાત બિલકુલ નવી નથી. બધા જ જાણતા હોય છે કે દરેક મુશ્કેલી કંઇક શીખવી જાય છે. પરંતુ સવાલ એ છે, કે જાણતાં હોવા છતાં આપણે મુશ્કેલીના સમયમાં વિહવળ કેમ બની જઈએ છીએ? ઘણાં કારણો હોઈ શકે, પરંતુ ઉડીને આંખે આવે એવા એક બે કારણો છે. પહેલું, આપણે તૈયાર નથી હોતાં કે કોઇપણ પરિસ્થિતિ આવી શકે છે. હંમેશા આપણે  આદર્શ પરિસ્થિતિ કે અનુકુળ પરિસ્થિતિ જ સર્જાવી જોઈએ એવો આગ્રહ રાખીએ છીએ. બીજું, આપણને આવી પરિસ્થિતિમાં મૂંઝાઈ જવાની અને મુરજાઇ જવાની આદત પડી છે. આદત એટલા માટે કે આપણે એવું જ જોતા આવ્યા છીએ અને એવું જ કરતાં આવ્યા છીએ. આપણને મુશ્કેલીમાં શાંત રહેવાની ટેવ નથી કારણકે નાનપણથી આપણે જવલ્લે જ એવું જોયું હોય છે કે મુશ્કેલીમાં માણસ સાવ સહજ રીતે શાંત પણ રહી શકે. હા, થોડું અવલોકન કરીએ તો એવાં લોકો જરૂર મળી રહેશે જે લોકો દરેક પરિસ્થિતિમાં શાંત રહી શકે છે, અને મજાની વાત એ છે એમનાં સંતાનો પણ એવાં જ હોય છે. આ જ એ વાતનું પ્રમાણ છે કે મનને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં યોગ્ય અભ્યાસથી શાંત રાખી શકાય છે. 

You may also Like

1 Comment

  1. Trivedi Hema Bhargav

    23rd Nov 2018 - 3:38 pm

    Khub Sara’s Ane sachi bat cjhe jivan ma aavata utar chadhav ne Manas pachavi shake to jindagi aasan Bani rahe

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Habit of Happiness


Look Before You Leave



Categories

×