Recent Posts

Look Before You Leave




Follow Us

From A Life to The Life

Recent Posts

બધું બરાબર છે?

Note # 37. (22/01/2015) (www.notesfromlife.in) “કેમ છે? શું ચાલે છે? બધું બરાબર?” એકબીજાને મળીએ ત્યારે આપણે આવા સવાલો કરતાં હોઇએ છીએ. આવું કદાચ એટલા માટે કે ક્યાંક ઊંડે આપણને એવી ખબર છે કે જીવનમાં હંમેશા બધું બરાબર નથી હોતું. ઉતાર ચડાવ, જીવનમાં શરુ જ હોય છે. આપણે કાયમ કોઈ વસ્તુ કે પરિસ્થિતિ બરાબર થવા ની રાહ જોતા હોઇએ છીએ. આ બરાબર થઈ જાય પછી શાંતિ. પેલું ઠીક થઈ જાય પછી શાંતિ. છેક વૃદ્ધાવસ્થાએ પહોંચીને પણ માણસ કંઇક બરાબર થવા ની રાહ જોતો હોય છે. એટલે ક્યારેય શાંતિનો અનુભવ થતો નથી. તો આખરે...

ડિસ્ક ક્લીનઅપ


કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કમાંથી નકામી ફાઈલોને દૂર કરવા “ડિસ્ક ક્લીનઅપ” નામની એક વ્યવસ્થા હોય છે. જયારે આ ટૂલને રન કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ એ ડિસ્કમાં રહેલી બધીજ નકામી ફાઈલને શોધે છે અને એક જ ક્લિકમાં તેને ડીલીટ કરી શકાય છે. આપણી હાર્ડ ડિસ્ક એટલે કે આપણા મનમાં પણ આવી જ કોઈ વ્યવસ્થા ગોઠવી દઈએ તો? આપણા મનમાં પણ ઘણી નકામી ફાઈલો જગ્યા રોકીને પડેલી હોય છે. ઘણી વખત આપણે કોઈ જૂની ઘટનાને યાદ કરીને વર્તમાનમાં ફરીથી દુઃખી થઈ જતા હોઈએ છીએ. કોઈએ કહેલા કડવા વેણ યાદ કરીને ગુસ્સે થઈ જઈએ...

ફૂટપટ્ટી


કોઇપણ વસ્તુનું માપ લેવા માટે એક ચોક્કસ પ્રકારની ‘સ્કેલ’ કે ‘ફૂટપટ્ટી’ નો ઉપયોગ થાય છે. આ ફૂટપટ્ટી વસ્તુનું સાચું માપ નક્કી કરે છે, કારણકે એ અમુક ચોક્કસ નિયમો મુજબ બનાવેલી હોય છે અને પ્રમાણિત કરેલી હોય છે. પરંતુ જો ફૂટપટ્ટી ખોટી હોય તો? બધાંજ માપ ખોટા આવે. આપણે પણ આપણી આસપાસના માણસોનું હંમેશા માપ લીધા કરીએ છીએ, મતલબ કે એનું મૂલ્યાંકન કર્યા કરીએ છીએ. કોઈ પાંચ વ્યક્તિ વિશે ખાલી વિચારશો તો તમને એ લોકો વિશે તમે કરેલા મૂલ્યાંકનનો વિચાર પણ જોડે જ આવશે. જેમ કે, આ માણસ સારો, આ...

નવી શરૂઆત કરવા વિશે.

દરેક માણસને પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક કામ એવું કરવું હોય છે જે તેને પ્રિય હોય, ગમતું હોય. નાનપણથી જ મનમાં એના વિશે વિચારો ચાલતા હોય છે. કોઈને સંગીત શીખવું હોય તો કોઈને વિમાન ઉડાડવું હોય. કોઈને દુનિયાનો પ્રવાસ કરવો હોય તો કોઈને ચિત્રકલા શીખવી હોય. કોઈ સમાજ માટે કશું કરી છૂટવા માંગતું હોય અને કોઈને અધ્યાત્મના ઊંડાણમાં ઉતરવું હોય. કોઈ તો એવી વસ્તુ, કળા કે કામ હોય જ, જે આપણી અંતરિમ ઈચ્છા હોય છે. એનો વિચાર આવતા જ આપણે રોમાંચિત થઈ ઉઠીએ છીએ.
આ અંતરિમ ઈચ્છાને પૂર્ણ કરવા...

સિદ્ધાંતો

સિદ્ધાંતો. નિયમો. દરેક વસ્તુ એક ચોક્કસ સિદ્ધાંત યા નિયમને અનુસરે છે. એ પ્રમાણે જ કાર્ય કરે છે. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ, આઘાત પ્રત્યાઘાતનો નિયમ, કેશાકર્ષણનો નિયમ વગેરે. પ્રાણીઓનું જીવન પણ ચોક્કસ સિદ્ધાંતો પર જ ચાલે છે. સિંહ અમુક ચોક્કસ રીતે જ વર્તે અને શિયાળ અમુક જ રીતે. ગાયને પોતાના અમુક નિયમો છે તો કૂતરાને પોતાના. દરેક પક્ષીને પોતાના અલગ નિયમો છે અને દરેક વૃક્ષને પોતાના. પ્રકૃતિની લગભગ બધી જ વસ્તુઓ નિયમો અને સિદ્ધાંતોને વળગી રહે છે, એક મનુષ્ય સિવાય. આપણા જીવનમાં સિદ્ધાંતોનું મહત્વ કેટલું? કદાચ એવું વિચારવું જોઈએ કે આપણા...

પસંદગી



One is good while another is pleasant. Blessed is who, between them, chooses the good alone (Shreyas); but who chooses what is pleasant (Preyas) loses the true end. –     KATHOPANISHAD. પસંદગી. મનુષ્યને બીજા બધાં પ્રાણીઓથી અલગ પાડતું એક પરિબળ. મનુષ્યને દરેક વસ્તુ કે પ્રતિભાવ માટે પસંદગી કરવાની છૂટ આપવામાં આવી છે. આમ જ કરવું એવા કોઈ બંધનો મનુષ્ય માટે નથી. શું કરવું અને શું ન કરવું એ માણસ પોતે નક્કી કરી શકે છે. આ પસંદગી જ છે જે મનુષ્યનું આગળનું જીવન નક્કી કરે છે. માણસ શું બનશે, શું પામશે,...
×