From A Life to The Life

પસંદગી



One is good while another is pleasant. Blessed is who, between them, chooses the good alone (Shreyas); but who chooses what is pleasant (Preyas) loses the true end.
     KATHOPANISHAD.
પસંદગી. મનુષ્યને બીજા બધાં પ્રાણીઓથી અલગ પાડતું એક પરિબળ. મનુષ્યને દરેક વસ્તુ કે પ્રતિભાવ માટે પસંદગી કરવાની છૂટ આપવામાં આવી છે. આમ જ કરવું એવા કોઈ બંધનો મનુષ્ય માટે નથી. શું કરવું અને શું ન કરવું એ માણસ પોતે નક્કી કરી શકે છે. આ પસંદગી જ છે જે મનુષ્યનું આગળનું જીવન નક્કી કરે છે. માણસ શું બનશે, શું પામશે, શું ગુમાવશે એ ઘણા અંશે તેની પસંદગી પર આધારિત હોય છે.
કથા ઉપનિષદ(કઠોપનિષદ)માં પસંદગી વિશે ઉત્તમ વાત થયેલી છે. પસંદગીના વિકલ્પોને મૂળ બે ભાગમાં વહેંચ્યા છે. એક જે યોગ્ય છે, સારું છે તેને ‘શ્રેય’ કહ્યું અને બીજું જે હાલ પુરતું આનંદ આપનારું હોય, ગમે એવું હોય તેને ‘પ્રેય’ કહ્યું. જે શ્રેયની પસંદગી કરે છે તેનું અંતે કલ્યાણ થાય છે અને પ્રેયની પસંદગી કરનાર અંતે દુઃખી થાય છે. થોડો ઊંડો વિચાર માગી લે એવી વાત છે.
પસંદગી એટલે જે ગમતું હોય તે. પસંદગીનો સામાન્ય અર્થ આપણે એવો જ કરતા હોઈએ છીએ. આપણે એ રીતે જ બોલીએ છીએ, મને આ પસંદ છે અને આ પસંદ નથી. તો સ્વાભાવિક છે કે જયારે જયારે વિકલ્પો વચ્ચે પસંદગીની વાત આવે ત્યારે આપણે જે ગમતું હોય તે જ પસંદ કરીએ છીએ. પરંતુ, શું જે આપણને ગમતું હોય છે એ હંમેશા યોગ્ય હોય છે? જવાબ છે ના. મોડે સુધી સૂઈ રહેવું આપણને કદાચ ગમતું હોય પણ વહેલા ઉઠવું એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. કસરત કરવી કદાચ આપણી પસંદગી ન હોય પણ શરીરને ચુસ્ત રાખવા એ ખૂબ જરૂરી છે. આવી જ રીતે ખોરાક બાબતમાં, કે આપણા વિચાર વર્તન બાબતમાં ઘણી વસ્તુઓ એવી હોય છે જે આપણને ગમે છે પણ એ યોગ્ય નથી હોતી. મહદઅંશે આપણે એ જાણતા પણ હોઈએ છીએ કે હું જે કરી રહ્યો છું યોગ્ય તો નથી જ. બસ એ માત્ર હાલ પુરતું આનંદ આપનારું હોય છે એટલા માટે આપણે તે કરીએ છીએ. ઘણુખરું એક આદતના કારણે. આનંદની વાત એ છે કે આદતો બદલી શકાય છે.
   
માત્ર થોડી ક્ષણો, જયારે જયારે પણ પસંદગીની વાત આવે ત્યારે માત્ર થોડી ક્ષણો માટે વિચારવું કે જે મને ગમે છે એ યોગ્ય છે ખરું. સાચો જવાબ અંદરથી જ મળશે. જો પોતાની સાથે વફાદાર હોઈશું તો.

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *