From A Life to The Life

નવી શરૂઆત કરવા વિશે.

દરેક માણસને પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક કામ એવું કરવું હોય છે જે તેને પ્રિય હોય, ગમતું હોય. નાનપણથી જ મનમાં એના વિશે વિચારો ચાલતા હોય છે. કોઈને સંગીત શીખવું હોય તો કોઈને વિમાન ઉડાડવું હોય. કોઈને દુનિયાનો પ્રવાસ કરવો હોય તો કોઈને ચિત્રકલા શીખવી હોય. કોઈ સમાજ માટે કશું કરી છૂટવા માંગતું હોય અને કોઈને અધ્યાત્મના ઊંડાણમાં ઉતરવું હોય. કોઈ તો એવી વસ્તુ, કળા કે કામ હોય જ, જે આપણી અંતરિમ ઈચ્છા હોય છે. એનો વિચાર આવતા જ આપણે રોમાંચિત થઈ ઉઠીએ છીએ.

આ અંતરિમ ઈચ્છાને પૂર્ણ કરવા માટે દરેકે પોતપોતાની રીતે પ્રયત્નો અને મહેનત કરી જ હોય. પણ મોટાભાગે જીવનની વ્યસ્તતાઓ, જવાબદારીઓ અને રોજીંદા કામોમાં આપણે એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણે આ અંતરિમ ઈચ્છા વિશે વિચારી પણ શકતા નથી. કોઈવાર આપણને કોઈ એમ પૂછે કે આ બધી જ જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી જીવનમાં તમે શું કરવા માંગો છો? ત્યારે આપણને આપણી અંતરિમ ઈચ્છા શું છે એની જાણ થતી હોય છે. પણ સમય કોઈની રાહ ક્યાં જુએ છે? જીવન આમ જ વીતી જાય છે અને જીવનમાં જે વસ્તુ આપણને ખરો આનંદ અને સંતોષ આપી શકે, એ જ આપણે કરી શકતા નથી. સારી વાત એ છે આપણે ફરીથી નવી શરૂઆત કરી શકીએ છીએ. આપણી અંતરિમ ઈચ્છા પુરી કરવાના દરેક નિષ્ફળ પ્રયાસો એ અનુભવનું ભાથું છે. એમાંથી આપણે ઘણું શીખ્યા હોઈએ છીએ. એ બધા જ અનુભવોને સાથે લઇ એક નવી શરૂઆત કરીએ આપણી અંતરિમ ઈચ્છા સુધી પહોચવાનો.
બની શકે કે આપણી અંતરિમ ઈચ્છા સુધી પહોચવું કદાચ થોડું મુશ્કેલ કામ હોય. કદાચ આપણે  પુરતો સમય ન ફાળવી શકીએ. એવું પણ બને કે એના સુધી પહોચવા માટેના પૂરતા સાધનો કે સગવડો આપણી પાસે ન હોય. પરંતુ આપણે ધીમે ધીમે પણ તેના તરફ આગળ વધી જ શકીએ છીએ. તેના તરફ આગળ વધેલું એક કદમ પણ આપણને અનેરો આનંદ અને સંતોષ આપે છે. જરૂરી એ છે કે આપણે તેને ભૂલીએ નહીં, તેને પડતી ન મુકીએ. આપણે ત્યાં પહોંચી જ જશું, એ કરીને જ છૂટશું એવા આત્મવિશ્વાસ સાથે એક નવી શરૂઆત કરીએ એવા પ્રવાસની જેમાં આપણા જીવનનો ખરો આનંદ છુપાયેલો છે.

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *